સ્કૅમ 2003: ધ ક્યુરિયસ કેસ ઑફ અબ્દુલ કરીમ તેલગી
હંસલ મહેતા
‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ બાદ હવે હંસલ મહેતા ‘સ્કૅમ 2003 : ધ ક્યુરિયસ કેસ ઑફ અબ્દુલ કરીમ તેલગી’ની સ્ટોરીને લોકો સમક્ષ લઈને આવશે. દેશમાં જે સ્ટૅમ્પ-પેપર કૌભાંડ થયું હતું એની સ્ટોરી આ શોમાં દેખાડવામાં આવશે. એની સ્ટોરી હિન્દી બુક ‘રિપોર્ટર કી ડાયરી’માંથી લેવામાં આવશે. એ જર્નલિસ્ટ સંજય સિંહે લખી છે. અપ્લોઝ એન્ટરટેઇનમેન્ટ સ્ટુડિયો નેક્સ્ટ સાથે મળીને આ શોને પ્રોડ્યુસ કરશે. આ વર્ષે એનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. શો વિશે વધુ માહિતી આપતાં હંસલ મહેતાએ કહ્યું હતું કે ‘હું ખુશ છું કે ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ની સફળતા બાદ વધુ એક આકર્ષક સ્ટોરી લઈને આવી રહ્યો છું. નવી સીઝનની આ સ્ટોરીમાં થોડાં વર્ષો અગાઉ દેશને હચમચાવી નાખનાર સ્ટૅમ્પ-પેપર કૌભાંડ દેખાડવામાં આવશે.’

