સારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ
સારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળતી હોય છે : કાજોલ
કાજોલનું કહેવું છે કે સારી સ્ક્રિપ્ટ્સ ક્યારેક જ મળે છે. તેની ફિલ્મ ‘ત્રિભંગા: ટેઢી મેઢી ક્રેઝી’ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ રહી છે. એમાં મા-દીકરીના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવશે. ફિલ્મને રેણુકા શહાણેએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તન્વી આઝમી, મિથિલા પારકર અને કુણાલ રૉય કપૂર પણ જોવા મળશે. સ્ક્રિપ્ટ્સ વિશે કાજોલે કહ્યું હતું કે ‘હું હંમેશાં સારી સ્ક્રિપ્ટ્સ જ શોધતી હોઉં છું. જો મને સ્ક્રિપ્ટ ગમે તો હું કામ કરું છું, જો મને ન ગમે તો નથી કરતી. હું કદી પણ એ પ્લાન નથી કરતી કે મારે હવે કેવું કૅરૅક્ટર ભજવવાનું છે કે કેવી ફિલ્મ કરવાની છે. સારી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળે છે. હું એટલું કહી શકું કે મારે આ પાત્ર ભજવવું છે અથવા આવા પ્રકારની ફિલ્મમાં કામ કરવું છે. જોકે છેવટે તો તમારે સારી સ્ક્રિપ્ટ્સને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું હોય છે. એ નસીબની વાત છે, જે ક્યારેક કામ કરી જાય છે તો ક્યારેક ન પણ કરે.’

