એનું કારણ એ છે કે પ્રોડ્યુસર્સની ઇચ્છા હતી કે ગણેશ ‘ઓ અન્ટાવા’ની કૉરિયોગ્રાફી કરે
ગણેશ આચાર્ય
કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ જણાવ્યું છે કે ‘પુષ્પા: ધ રાઇઝ પાર્ટ 1’ના પ્રોડ્યુસર્સે તેની સર્જરી પોસ્ટપોન કરી હતી. એનું કારણ એ છે કે પ્રોડ્યુસર્સની ઇચ્છા હતી કે ગણેશ ‘ઓ અન્ટાવા’ની કૉરિયોગ્રાફી કરે. સમન્થા રૂથ પ્રભુનું આ ગીત ખૂબ હિટ થયું છે. શું કામ સર્જરી પોસ્ટપોન કરી એનું ખરું કારણ જણાવતાં ગણેશ આચાર્યએ કહ્યું કે ‘આ ફિલ્મ ૧૭ ડિસેમ્બરે રિલીઝ થવાની હતી અને અલ્લુ અર્જુને મને બે કે ત્રણ તારીખે કૉલ કરીને જણાવ્યું કે માસ્ટરજી, આપણે ગીત કરવાનું છે. મેં કહ્યું કે આ તો ખૂબ ઓછા સમયમાં જણાવ્યું છે અને મારી તો આવતી કાલે કૅટરૅક્ટની સર્જરી છે. જોકે પ્રોડ્યુસર્સે ડૉક્ટર સાથે ચર્ચા કરીને તારીખ ધકેલી દીધી અને મને ગીતની કોરિયોગ્રાફી માટે બોલાવ્યો. મેં બે દિવસ સુધી રિહર્સલ કર્યું અને શૂટિંગ કર્યું. મેં સમન્થાને પહેલી વખત કોરિયોગ્રાફ કરી હતી.’

