ટેલિવિઝનના બહુચર્ચિત અને લોકપ્રિય રિયાલીટી શો ‘બિગ બૉસ ૧૩’ (Bigg Boss 13) ની સ્પર્ધક આરતી સિંહે ૨૫ એપ્રિલે દિપક ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા. મુંબઈમાં આરતી અને દીપકના લગ્ન (Arti Singh-Dipak Chauhan Wedding) ની સેરેમની ધામધૂમથી કરવામાં આવી હતી. આરતીના ભાઈ કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) અને મામા ગોવિંદા (Govinda) એ લગ્નમાં હાજરી આપી હતી. જેમાં મામા-ભાણિયાના વિવાદોનો અંત આવ્યો હોવાનું કહેવાય છે. તે સિવાય આ લગ્નમાં અન્ય ઘણી હસ્તીઓ પણ સામેલ થઈ હતી.
(તસવીરોઃ યોગેન શાહ)
26 April, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent