રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર બનેલી ફિલ્મ દરબાનમાં શું છે?
ઝીફાઇવની આગામી ફિલ્મ ‘દરબાન’ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર આધારિત છે. આ ફૅમિલી ડ્રામા ફિલ્મને બિપિન નાડકર્ણીએ પ્રોડ્યુસ તેમ જ ડિરેક્ટ કરી છે. બિપિન નાડકર્ણીએ આ પહેલાં ‘ઉત્તરાયણ’ નામની મરાઠી ફિલ્મ બનાવી છે જેમાં નીના કુલકર્ણી, વિજુ ખોટે અને શિવાજી સાટમ સહિતના કલાકારો હતા. ‘દરબાન’ની વાત કરીએ તો આ એક સંવેદનશીલ ફિલ્મ છે જેમાં પૈસાદાર ખાણ-માલિકના અનુકૂલ નામના દીકરા અને તેના કૅરટેકર રાયચરણની નિર્દોષ મૈત્રી બતાવવામાં આવી છે. તેમની દોસ્તીને કોઈ સામાજિક કે આર્થિક અંતર નડતું નથી અને ફિલ્મમાં એ જ વાત એક્સપ્લોર કરવામાં આવી છે. અનુકૂલનાં લગ્ન થયા બાદ રાયચરણ અનુકૂલના દીકરાનું ધ્યાન પણ રાખે છે. જોકે સમય જતાં એક ઘટનાને લીધે તેમની મૈત્રીમાં તિરાડ પડી જાય છે.


