રણબીરની ‘ઍનિમલ’ પસંદ નથી ફરહાનને
ફરહાન અખ્તર
ફરહાન અખ્તરને ગયા વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની ‘ઍનિમલ’ પસંદ નથી. ફરહાનને તો ફિલ્મના પાત્રમાં જ સમસ્યા લાગી રહી છે. સાથે જ તેનું તો એવું પણ કહેવું છે કે ‘ઍનિમલ’ જેવી ફિલ્મ તે કોઈને જોવાની સલાહ પણ નહીં આપે. આ ફિલ્મ કેટલાક લોકોને પસંદ પડી હતી તો કેટલાકને નહોતી ગમી. હવે એ વિશે ફરહાન અખ્તર કહે છે, ‘ફિલ્મ સાથે હું એટલો કનેક્ટ નથી થઈ શક્યો. શું હું આ ફિલ્મ જોવાની કોઈને સલાહ આપીશ? જરાય નહીં.’
‘ઍનિમલ’ પ્રોડ્યુસ કરવાની તક મળી હોત તો શું તેણે એ બનાવી હોત? તો એનો જવાબ આપતાં ફરહાન કહે છે, ‘ના, નહીં બનાવું. આ ફિલ્મ સાથે હું પોતાને જોડી નથી શક્યો. મને એવું લાગે છે કે એ ફિલ્મના પાત્રમાં જ સમસ્યા છે.’