કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા
કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો પણ કરવો પડે છે : પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે તેને તેના જ સમાજના લોકોની નેગેટિવિટીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રિયંકાએ હૉલીવુડમાં તેનું પોતાનું સ્થાન બનાવ્યું છે. તે હૉલીવુડ અને બૉલીવુડ વચ્ચે બૅલૅન્સ બનાવવાની કોશિશ કરી રહી છે. એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘અનેક લોકો તરફથી મને સુરક્ષાની લાગણીનો અનુભવ થાય છે, પરંતુ સાથે જ કેટલાક લોકો તરફથી મને નિરાશા અને નેગેટિવિટી મળે છે. તેઓ નાહક મારા વિશે ઘસાતું બોલે છે. આ વિશે મેં થોડા મહિના અગાઉ મિન્ડી કલિગ સાથે ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે ‘આવું શું કામ થાય છે કે તમને તમારી જ કમ્યુનિટીના લોકોની નેગેટિવિટીનો સામનો કરવો પડે છે? એન્ટરટેઇનમેન્ટ બિઝનેસમાં ખૂબ જ ઓછા બ્રાઉન લોકો છે જેમને આપણે આંગળીના વેઢે ગણી શકીએ છીએ. અમારા જેવા લોકો માટે જ અમે વધુ ને વધુ તક નિર્માણ કરી રહ્યા છીએ તો પછી આટલી બધી નકારાત્મકતા શા માટે? મેં જ્યારે હૉલીવુડમાં કામ કરવાની શરૂઆત કરી તો મને અહેસાસ થયો કે લોકોને એ વાત નથી પસંદ કે મેઇનસ્ટ્રીમ હૉલીવુડ શોમાં ઇન્ડિયન સ્ત્રી કે પુરુષ કામ કરે. મને એ વાતનો ફરક દેખાવા લાગ્યો કે કેટલાક ફૅન્સ છે જે મને જાણે છે અને મને લઈને પ્રોટેક્ટિવ છે. સાથે જ તેઓ મારા સપનાને પાંખો આપે છે. બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે જે મને નિરાશ કરે છે અને મારું મનોબળ ભાંગે છે.’

