Entertainment Updates: જૅકી શ્રોફે સ્વામી ચિદાનંદ સરસ્વતીના લીધા આશીર્વાદ; સિક્યૉરિટી તોડીને ફૅન પહોંચી ગયો જાહ્નવી કપૂર સાથે સેલ્ફી ક્લિક કરાવવા અને વધુ સમાચાર
‘વાઇબ’ એક કૉમેડી ફિલ્મ છે
પ્રીતિ ઝિન્ટા હવે ૮ વર્ષ બાદ મોટા પડદા પર કમબૅક કરવા જઈ રહી છે. તે આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘લાહોર 1947’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ લીડ રોલમાં છે અને એ ૧૩ ઑગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ પછી પ્રીતિની બીજી ફિલ્મ ‘વાઇબ’ પણ રિલીઝ થવા માટે તૈયાર છે અને હાલમાં આ ફિલ્મની રિલીઝ-ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે. ‘વાઇબ’ એક કૉમેડી ફિલ્મ છે, જેને કુણાલ ખેમુએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની વાર્તા પણ કુણાલ ખેમુએ જ લખી છે અને તે ફિલ્મમાં લીડ રોલમાં પણ જોવા મળશે. પ્રીતિએ આ ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું છે કે વાઇબ સાથે પંચ અને પંચલાઇન બન્નેની ગૅરન્ટી છે.
જૅકી શ્રોફે સ્વામી ચિદાનંદ સરસ્વતીના લીધા આશીર્વાદ
ADVERTISEMENT

જૅકી શ્રોફે સોશ્યલ મીડિયા પર એક આધ્યાત્મિક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં જૅકી હૃષીકેશ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમના આધ્યાત્મિક પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતો નજરે પડે છે. આ પછી બન્ને વચ્ચે થોડો સંવાદ પણ થાય છે અને અંતે તેઓ એકબીજાને પ્રેમથી આલિંગન આપે છે. જૅકીના આ વિડિયોએ ફૅન્સનું દિલ જીતી
લીધું છે.
સિક્યૉરિટી તોડીને ફૅન પહોંચી ગયો જાહ્નવી કપૂર સાથે સેલ્ફી ક્લિક કરાવવા

સોમવારે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા જિઓ વર્લ્ડ ડ્રાઇવ ખાતે ‘પેડ્ડી’ના ટ્રેલર-લૉન્ચમાં રામ ચરણ તેજા અને જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર અને સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજાની બહુચર્ચિત ફિલ્મ ‘પેડ્ડી’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ દરમ્યાન એક ઘટના ખૂબ ચર્ચામાં રહી. ઇવેન્ટ દરમ્યાન અચાનક એક ફૅન સિક્યૉરિટી તોડીને સ્ટેજ પર પહોંચી ગયો અને જાહ્નવી કપૂર સાથે સેલ્ફી લેવા લાગ્યો. સુરક્ષા-ટીમને આ વાતનો ખ્યાલ આવતાં જ એણે તરત જ ઍક્શનમાં આવીને ફૅનને ત્યાંથી દૂર કર્યો. જોકે ખાસ વાત એ રહી કે ફૅન અચાનક નજીક આવી ગયો હોવા છતાં જાહ્નવીએ તેને નિરાશ કર્યો નહોતો અને શાંતિથી સેલ્ફી લેવા દીધો હતો.
