લગ્નનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેક પાઠકે કૅપ્શન આપી હતી,
‘દૃશ્યમ 2’ના ડિરેક્ટર અભિષેક પાઠકે શિવાલિકા સાથે લીધા સાત ફેરા
‘દૃશ્યમ 2’ના ડિરેક્ટર અભિષેક પાઠક અને શિવાલિકા ઑબેરૉયે ગુરુવારે ગોવામાં લગ્ન કરી લીધાં છે. તેમના વેડિંગ આઉટફિટ્સ ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યા હતા. તેમનાં લગ્નમાં અજય દેવગન, કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, વિદ્યુત જામવાલ, ભૂષણ કુમાર, સની સિંહ અને ડિરેક્ટર લવ રંજન સહિત અનેક ફૅમિલી અને ફ્રેન્ડ્સ હાજર હતાં. લગ્નનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અભિષેક પાઠકે કૅપ્શન આપી હતી, ‘તમને પ્રેમ શોધવા જવાની જરૂર નથી, એ તમને શોધી લે છે. એનો નસીબ સાથે પણ સંબંધ હોય છે અને કિસ્મત ઉપરથી લખાઈને આવે છે. ૨૦૨૩ની ૯ ફેબ્રુઆરીએ પ્રિયજનોની હાજરીમાં એ જ સ્થળે લગ્ન કર્યાં જ્યાં અમારો પ્રેમ પાંગર્યો હતો. આ અમારી લાઇફનો આજીવન યાદ રહેનાર પ્રસંગ રહેશે. અમારાં દિલોમાં અપાર પ્રેમ છે અને ઘણીબધી યાદો છે. અમારી નવી જર્નીની શરૂઆત કરવા માટે અમે આતુર છીએ. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.’


