આવો સવાલ કરે છે અનુરાગ કશ્યપ
અનુરાગ કશ્યપ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપે સવાલ કર્યો છે કે સમાજમાં પરિવર્તન લાવવાની જવાબદારી શું માત્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની જ છે? ફિલ્મમેકર્સને જેવા પ્રકારની ફિલ્મો બનાવવી હોય એ બનાવી શકે છે. ફિલ્મમેકર્સ પર નૈતિકતા થોપી ન બેસાડવી જોઈએ. નૈતિકતા વિશે અનુરાગ કહે છે, ‘નૈતિકતા વ્યક્તિની પોતાની હોય છે. ફિલ્મમેકર્સને ફિલ્મ દ્વારા જે દેખાડવું હોય એ દેખાડી શકે છે. લોકો વિચારે છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ખરાબ વસ્તુઓ દેખાડે છે અથવા તો સમાજમાં સુધાર લાવે છે. માત્ર ફિલ્મમેકર્સની જ જવાબદારી શું કામ માનવામાં આવે છે? જિસકો જો બનાના હૈ વો બનાએ, જિસકો જો દિખાના હૈ વો દિખાએ. તમારી નૈતિકતા આવી રીતે થોપી ન બેસાડી શકો. જો કોઈ વ્યક્તિ એટલી શક્તિશાળી બની જાય કે તે પોતાની નૈતિકતા અન્યો પર થોપી બેસાડે તો તે તાનાશાહ બની જાય છે.’