જાણીતા રેપર બાદશાહના એલબમ `સનક`ના એક ગીતને લઈને વિવાદ ખડો થયો છે. અશ્લીલ શબ્દોવાળા ગીતમાં ભગવાન ભોલેનાથના નામ લેવા પર વાંધો ઉઠાવ્યો છે અને એફઆઈઆરની વાત પણ કરી છે.
બાદશાહ (ફાઈલ તસવીર)
જાણીતા રેપર બાદશાહના એલબમ `સનક`ના એક ગીતને લઈને વિવાદ ખડો થયો છે. અશ્લીલ શબ્દોવાળા ગીતમાં ભગવાન ભોલેનાથના નામ લેવા પર વાંધો ઉઠાવ્યો છે અને એફઆઈઆરની વાત પણ કરી છે.
જાણીતા રેપર બાદશાહના એલબમ `સનક`ના એક ગીતને લઈને વિવાદ ખડો થયો છે. અશ્લીલ શબ્દોવાળા ગીતમાં ભગવાન ભોલેનાથના નામ લેવા પર વાંધો ઉઠાવ્યો છે. ઉજ્જૈનમાં મહાકાલના પુજારીઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ગીતમાંથી ભગવાનનું નામ ખસેડીને માફી માગવી જોઈએ. જો ગાયક એમ નહીં કરે તો તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવશે.
ADVERTISEMENT
મહાકાલના વરિષ્ઠ પુજારી મહેશ પુજારીએ બાદશાહના ગીત પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "કોઈપણ ગાયક હોય, અભિનેતા-અભિનેત્રી હોય, તેમને ભગવાનનું નામ લઈને અશ્લીલતા ફેલાવવાનો કોઈ હક નથી. અમે આનો વિરોધ કરીએ છીએ. વિરોધની સાથે જો થયું તો મહાકાલ સેના, પુજારી મહાસંઘ અને હિંદૂ સંગઠન એફઆઈઆર પણ નોંધાવશે." તેમણે એ પણ કહ્યું કે સનાતન ધર્મમાં છૂટનો દુરુપયોગ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : World Liver Day: લીવર સંબંધિત સમસ્યા માટે કારગર છે આ પાંચ વસ્તુઓ
યૂટ્યૂબ પર બાદશાહનું આ ગીત ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અત્યાર સુધી આને 18 મિલિયનથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. ગીતમાં અશ્લીલ શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. અશ્લીલતાસભર શબ્દો વચ્ચે કહેવામાં આવ્યું છે કે `ભોલેનાથ સે મેરી બનતી હૈ` ગીતના આ ભાગને લઈને વાંધો જાહેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ અનેક લોકોએ આ ગીતને લઈને વાંધો ઊઠાવ્યો છે અને આને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. જો કે, આ વિવાદ પર હાલ બાદશાહ તરફથી કોઈપણ રિએક્શન આવ્યું નથી.