હું કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં જાઉં તો લોકો મને કહે છે કે મારે કોઈ ચોક્કસ વિષય પર ફિલ્મ બનાવવી જોઈએ
મધુર ભંડારકર
મધુર ભંડારકરે જણાવ્યું છે કે તે જ્યાં પણ જાય છે તો લોકો તેનાથી ડરે છે, કેમ કે તેમને એ ડર સતાવે છે કે ક્યાંક તેમના પર તે ફિલ્મ ન બનાવી નાખે. એ વિશે ઉદાહરણ આપતાં મધુર ભંડારકરે કહ્યું કે ‘લોકો મારાથી ખૂબ ડરે છે. હું હૉસ્પિટલ જાઉં તો ડૉક્ટર્સ મને જોઈને પૂછે છે કે ‘સર, તમે અમારા પર ફિલ્મ તો નથી બનાવવાના?’ આવું તો મારી સાથે અનેક વખત થાય છે. હું કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં જાઉં તો લોકો મને કહે છે કે મારે કોઈ ચોક્કસ વિષય પર ફિલ્મ બનાવવી જોઈએ. અલગ-અલગ જગ્યાએ મારી સાથે આવું થાય છે. એથી મને વિવિધ રાજ્યો અને વિચારો પર સ્ક્રિપ્ટ્સ લખવી ગમે છે. આજે મને જે ઓળખ અને પ્રેમ મળ્યાં છે એ દર્શકોને કારણે છે. અમે બધા આજે તેમના કારણે જ છીએ.’

