Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું જુનિયરો સાથે ફોટો નથી પડાવતી

હું જુનિયરો સાથે ફોટો નથી પડાવતી

Published : 25 October, 2024 09:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરી ટ‍્વિન્કલ સાથે ફોટો પડાવવાની ના પાડીને ડિમ્પલે જ્યારે કહી દીધું...

ડિમ્પલ

ડિમ્પલ


દીકરી ટ‍્વિન્કલ ખન્નાની એક ટૂંકી વાર્તા પરથી બનેલી ડિમ્પલ કાપડિયાની ફિલ્મ ‘ગો નોની ગો’નું સ્ક્રીનિંગ બુધવારે મુંબઈમાં એક ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં ડિમ્પલ કાપડિયા, ટ‍્વિન્કલ અને અક્ષય કુમાર ઉપસ્થિત હતાં. ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં તો ડિમ્પલ અને ટ‍્વિન્કલે રેડ કાર્પેટ પર સાથે ફોટો પડાવ્યા, પણ ફિલ્મ પત્યા પછી મસ્ત ડ્રામા થયો.


ફિલ્મ પૂરી થયા પછી ડિમ્પલ કાપડિયા બહાર નીકળી રહ્યાં હતાં ત્યારે તેમની પાછળ દીકરી-જમાઈ ટ‍્વિન્કલ અને અક્ષય પણ હતાં. એ વખતે ફોટોગ્રાફરોએ ડિમ્પલને રિક્વેસ્ટ કરી કે તમારો અને ટ‍્વિન્કલનો ભેગો ફોટો અમારે પાડવો છે. એ સમયે ડિમ્પલે તેમને કહ્યું કે હું જુનિયરો સાથે ફોટો નથી પડાવતી, ફક્ત સિનિયર્સ સાથે પડાવું છું. ડિમ્પલનો આ જવાબ સાંભળીને ફોટોગ્રાફરોને નવાઈ લાગી, પણ તેઓ કંઈ રીઍક્ટ કરે એ પહેલાં તો ડિમ્પલ નીકળી ગયાં. ત્યાર બાદ ટ‍્વિન્કલ અને અક્ષયે ફોટોગ્રાફરોને પોઝ આપ્યા.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK