ચેન્નઈ ફૅમિલી વેલ્ફેર કોર્ટે બન્નેના છૂટાછેડા મંજૂર કરી દીધા છે
ધનુષ અને ઐશ્વર્યાની ફાઇલ તસવીર
તામિલ ફિલ્મોના ઍક્ટર ધનુષ અને રજનીકાંતની દીકરી ઐશ્વર્યાના ડિવૉર્સ મંજૂર થઈ ગયા છે. ચેન્નઈ ફૅમિલી વેલ્ફેર કોર્ટે બન્નેના છૂટાછેડા મંજૂર કરી દીધા છે. ધનુષ અને ઐશ્વર્યા ૨૧ નવેમ્બરે ચેન્નઈમાં ફૅમિલી કોર્ટમાં હાજર રહ્યાં હતાં અને તેમણે છૂટાં પડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ કેસ સંભાળી રહેલા જજે ૨૭ નવેમ્બરે આગામી સુનાવણી રાખી હતી અને એ મુજબ ગઈ કાલે ફાઇનલ ચુકાદો આપ્યો હતો. ધનુષ અને ઐશ્વર્યા ૨૦૦૪માં પરણ્યાં હતાં અને ૧૮ વર્ષના લગ્નજીવન પછી ૨૦૨૨માં તેમણે છૂટાં પડવા બાબતે જૉઇન્ટ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું. બન્ને બે દીકરાઓના પેરન્ટ્સ છે.