પુણ્યતિથિ પર પીકૂના કો-સ્ટારને યાદ કરીને દીપિકાએ કહ્યું...
દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાનની તસવીર
દીપિકા પાદુકોણ જ્યારે ઇરફાન ખાન સાથે ‘પીકૂ’માં કામ કરતી હતી ત્યારે તે ડરી ગઈ હતી. અમિતાભ બચ્ચન સાથેની આ ફિલ્મ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. ઇરફાન અને દીપિકાની હટકે કેમિસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી. દીપિકાએ અગાઉ ‘કૉફી વિથ કરણ 8’માં ઇરફાન સાથેની જોડીને બેસ્ટ કહી હતી. ગઈ કાલે ઇરફાનની પુણ્યતિથિ હતી એ નિમિત્તે તેમને યાદ કરીને દીપિકા કહે છે, ‘મને એવું લાગતું હતું કે તેઓ ગંભીર ઍક્ટરની સાથે ગંભીર વ્યક્તિ પણ છે. મીડિયાની ધારણા પ્રમાણે તેમને સંબંધિત બધી જ બાબતો ગંભીર લાગતી હતી. મને એવું લાગતું હતું કે તેઓ સ્ટ્રિક્ટ હશે અને મારી સાથે વાત પણ નહીં કરે. હું કમર્શિયલ ઍક્ટ્રેસ હોવાથી કદાચ તેઓ મને પસંદ પણ નહીં કરે એવું લાગતું હતું, પરંતુ તેઓ તો એકદમ અલગ હતા.’

