દીપિકા અને રણવીર પૅરિસ ફૅશન વીકમાં હાજરી આપ્યા પછી પરત ફર્યાં ત્યારે તેમની સ્ટાઇલ અલગ જ હતી
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
બૉલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પૅરિસ ફૅશન વીકમાં હાજરી આપ્યા પછી ૧૫ માર્ચની મોડી રાત્રે ભારત પાછાં ફર્યાં. દીપિકા પાદુકોણ ફ્રેન્ચ બ્રૅન્ડ લુઈ વિત્તોંના શોમાં ભાગ લેવા પૅરિસ પહોંચી હતી. દીપિકા જ્યારે ભારત પરત ફરી ત્યારે તેની સાથે પતિ રણવીર સિંહ પણ હાજર હતો અને ઍરપોર્ટ પર પાપારાઝી દ્વારા બન્નેની તસવીરો ક્લિક કરવામાં આવી.
ઍરપોર્ટ પર રણવીર સિંહે બ્રાઉન ગ્લાસિસ પહેર્યા હતા અને બ્લૅક સ્નીકર્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણે બ્લૅક ટી-શર્ટ અને પૅન્ટ સાથે મૅચિંગ લૉન્ગ ઓવરકોટ પહેર્યો હતો અને તે ખૂબ જ ડૅશિંગ દેખાઈ રહ્યો હતો. આ સમયે દીપિકા બ્લૅક શર્ટ અને મૅચિંગ ટ્રાઉઝર્સ સાથે દેખાઈ. બ્લૅક બૂટ્સ અને સનગ્લાસિસ સાથે દીપિકાએ પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તે ગોલ્ડન ઇઅર-રિંગ્સ, પોનીટેલ અને મિનિમલ મેકઅપ સાથે ખૂબ જ સ્ટનિંગ દેખાઈ રહી હતી.
ADVERTISEMENT
ઍરપોર્ટ પર દીપિકા અને રણવીર એકબીજાનો હાથ પકડીને ચાલતાં જોવા મળ્યાં તેમ જ બન્નેએ પાપારાઝી માટે પોઝ પણ આપ્યા.

