ગઈ કાલે છઠ્ઠી ઍનિવર્સરી પર એકમેક માટે બન્નેએ ક્યુટ પોસ્ટ મૂકી ઇન્સ્ટાગ્રામ પર
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ગઈ કાલે છઠ્ઠી મૅરેજ-ઍનિવર્સરી હતી. આ પ્રસંગે રણવીરે ઇન્સ્ટાગ્રામ પર પત્નીની વિવિધ તસવીરો મૂકીને લખ્યું હતું કે આમ તો વાઇફ અપ્રીસિએશન ડે દરરોજ હોય છે, પણ આજે મુખ્ય દિવસ છે. દીપિકાએ ઍનિવર્સરી નિમિત્તે ઇન્સ્ટા-સ્ટોરી પર એક રીલ પોસ્ટ કરીને ક્યુટ વાત લખી હતી. આ રીલમાં ગોદડું ઓઢેલો એક માણસ બેડ પર એક પડખેથી બીજા પડખે આવતો દેખાય છે. આ રીલ સાથે દીપિકાએ લખ્યું: આ હું છું જે પતિ કામ પર જાય એટલે તરત સરસ ઊંઘ માટે તેની જગ્યાએ આવી જાય છે; કારણ કે એ જગ્યા વધુ હૂંફાળી હોય છે, વધુ કમ્ફર્ટેબલ હોય છે અને એ જગ્યામાંથી તેની સુવાસ આવે છે.