Lockdown Birthdays Bollywood: હ્રતિકે દીકરાનો બર્થડે વર્ચ્યુઅલી ઉજવ્યો
હ્રતિકે દીકરાના જન્મદિવસનો આ વીડિયો શેર કર્યો
કોરોનાવાઇરસ લૉકડાઉનને કારણે લોકો એકબીજા સાથે હવે ટેક્નલોજીની મદદથી જ સંવાદ સાધી રહ્યા છે, કાંતો ઝૂમ કૉલ હોય કે પછી કોઇ બીજો રસ્તો.આ સ્થિતિમાં પિતા હ્રતિક રોશને પણ દીકરા રેહાનનો જન્મદિવસ ટેક્નોલોજીની મદદથી ઉજવ્યો. ઇન્સ્ટાગ્રામ પર તેણે આ વર્ચુઅલ કોમ્યુનિકેશનની ક્ષણો પણ શેર કરી હતી.વળી તેણે ટેક્નોલોજીનો આભાર પણ માન્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે કઇ રીતે નાનકડો દીકરો તેના મમ્મી-પપ્પા સાથે સ્પેશ્યલ દિવસ ઉજવી રહ્યો છે અને સાથે દાદા રાકેશ રોશન અને દાદી પિંકી રોશન પણ જોડાયા છે, વળી ફઇ સુનૈના પણ આ ઉજવણીનો ભાગ હતી.
ADVERTISEMENT
ટેક્નોલોજીને ખરેખર જ થેંક્યુ કહેવું પડે એમ છે કારણકે તેને કારણે આપણે બધાં કામ પણ કરી શકીએ છીએ અને આપણાં પ્રિયજનો સાથે સંપર્ક સાધીને તેમને ટચમાં પણ રહી શકીએ છીએ.

