મારા પપ્પાથી કોરોનાએ ડરવું જોઈએ : હૃતિક રોશન
હૃતિક રોશને તેના ડૅડી રાકેશ રોશનના વર્કઆઉટની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે વાઇરસે તેના પાપાથી ડરવું જોઈએ. રાકેશ રોશન જિમમાં એક્સરસાઇઝ કરી રહ્યા છે એ વિડિયો હૃતિકે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એ વિડિયોની શરૂઆતમાં રાકેશ રોશન રનિંગ કરી રહ્યા છે. બાદમાં જિમમાં એક્સરસાઇઝ કરી રહ્યા છે. રાકેશ રોશનને ગયા વર્ષે કૅન્સર થયું હતું. એને તેમણે માત આપી છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી હતી કે “અદ્ભુત! આ મારા ડૅડી છે. તેઓ કદી પણ હાર નથી માનતા. આવા પ્રકારનો સંકલ્પ અને દૃઢ નિશ્ચય વર્તમાન સમયમાં સૌએ દેખાડવા જોઈએ. તેઓ ૭૧ વર્ષના છે અને તેઓ દિવસના બે કલાક વર્કઆઉટ કરે છે. હા, તેમણે ગયા વર્ષે કૅન્સરને પણ માત આપી છે. મને લાગે છે કે વાઇરસે હવે તેમનાથી ડરવું જોઈએ. ખૂબ-ખૂબ ગભરાવું જોઈએ.’

