Chhorii 2 Teaser: સામાજિક મુદ્દા અને લોકકથાઓ પર આધારિત ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે ખૂબ જ વખાણ કર્યા હતા. હવે લાંબા સમયથી રાહ જોયા બાદ છોરીમી સીક્વલ પણ રિલીઝ થવા માટે તૈયાર છે.
છોરી 2નું ટીઝર રિલીઝ
કી હાઇલાઇટ્સ
- ચાર વર્ષ પછી રિલીઝ થઈ રહી છે છોરીની સીક્વલ
- ઓટીટી પર દસ્તક દેશે હૉરર ફિલ્મ છોરી 2
- નુસરત ભરૂચા ભજવી રહી છે મુખ્ય ભૂમિકા
Chhorii 2 Teaser: સૌથી ભયાવહ ફિલ્મોના લિસ્ટમાં મોખરે છોરી ચાર વર્ષ પછી દર્દનાક મંજર સાથે ફરી એકવાર પાછી આવી રહી છે. 2021માં રિલીઝ થયેલી છોરીએ દર્શકોના રુંવાટા ઊભા કરી દીધા હતા. સામાજિક મુદ્દા અને લોકકથાઓ પર આધારિત ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સે ખૂબ જ વખાણ કર્યા હતા. હવે લાંબા સમયથી રાહ જોયા બાદ છોરીની સીક્વલ પણ રિલીઝ થવા માટે તૈયાર છે.
મરાઠી ફિલ્મ લપાછાપીની હિન્દી રીમેક છોરીની સીક્વલ છોરી 2 (Chhorii 2)નું ઑફિશિયલ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 25 માર્ચના રોજ પ્રાઈમ વીડિયોએ એક મિનિટ 28 સેકેન્ડનું ટીઝર રિલીઝ કર્યું છે જેને જોવા માટે પહેલા તમારે તમારું મન મક્કમ કરવું પડશે.
ADVERTISEMENT
છોરી 2નું ટીઝર થયું રિલીઝ
ટીઝરની શરૂઆત એક નાની છોકરી ખેતરમાં તેની માતાને શોધતી દેખાય છે અને પછી કોઈ બળપૂર્વક તેને કૂવામાં લઈ જાય છે. પોતાની દીકરી ઈશાનીને શોધતી શોધતી નુસરત ભરૂચા એવી જગ્યાએ પહોંચે છે જ્યાં ફક્ત ભય અને રહસ્ય છુપાયેલું હોય છે. આ ટીઝરમાં રહસ્યમયી શક્તિઓ અને સામાજિક દુષણો સામે માતાના સંઘર્ષની રસપ્રદ વાર્તા બતાવવામાં આવી છે. ટીઝરનો દરેક સીન હૃદયદ્રાવક છે. સોહા અલી ખાન ભૂત તરીકે લોકોના હૃદયમાં ડર પેદા કરે છે.
તેને થિયેટરોમાં રિલીઝ કરવાની માગ હતી
આ ભયાનક ટીઝર શૅર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે, "ફરી એકવાર... એ જ ખેતર, એ જ ભય અને એ જ ભયનો આતંક." વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત ફિલ્મનું આ ટીઝર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે કહ્યું, "ભયનો માહોલ સર્જાયો છે." એકે કહ્યું: "વાહ, આ તો ખૂબ જ ભયાનક છે." "મજા આવશે," એકે કહ્યું. કેટલાક લોકોએ કહ્યું કે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવી જોઈતી હતી.
છોરી 2 OTT પર ક્યારે રિલીઝ થશે?
છોરીની જેમ, છોરી 2 પણ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ 11 એપ્રિલથી OTT પર જોઈ શકાશે. આ ફિલ્મમાં નુસરત ભરૂચા અને સોહા અલી ખાન સાથે સૌરભ ગોયલ અને પલ્લવી પાટિલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ટી-સિરીઝ દ્વારા બનાવવામાં આવી છે.
આ ફિલ્મ 11 એપ્રિલે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે
છોરી 2નું પ્રીમિયર ફક્ત પ્રાઇમ વીડિયો પર 11 એપ્રિલ, 2025ના રોજ ભારતમાં અને વિશ્વભરના 240થી વધુ દેશોમાં થશે.
2021માં આવી હતી `છોરી`
છોરી વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 26 નવેમ્બર 2021ના રોજ પ્રાઇમ વીડિયો પર પણ આવી હતી. આ વર્ષે, નિર્માતાઓએ તેની સિક્વલની પણ જાહેરાત કરી હતી.
નુસરત ભરુચાએ 2002માં કર્યું એક્ટિંગ ડેબ્યૂ
ફાઇન આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલી નુસરત ભરૂચાએ 2002માં `કિટ્ટી પાર્ટી` સીરિયલથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી હિન્દી ફિલ્મ `જય સંતોષી મા` (2006) હતી. ૨૦૧૦માં આવેલી ફિલ્મ `એલએસડી`થી તેને સફળતા મળી. તે `પ્યાર કા પંચનામા`, `સોનુ કે ટીટુ કી સ્વીટી`, `ડ્રીમ ગર્લ`, `છલાંગ` અને `રામ સેતુ` જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ગયા વર્ષે તે `છત્રપતિ` અને `અકેલી`માં જોવા મળી હતી. એ જ વર્ષે, તેમણે `તુ ઝૂઠી, મેં મક્કર` માં એક નાનકડી ભૂમિકા ભજવી.

