છેલ્લા આંકડા પ્રમાણે આ ફિલ્મે કુલ ૫૧૬.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે
છાવા ફિમ્લનું પોસ્ટર
વિકી કૌશલને સંભાજી મહારાજના રોલમાં ચમકાવતી ફિલ્મ ‘છાવા’એ કમાણીના મામલે ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મ ૨૦૨૫માં બૉક્સ-ઑફિસ પર ભારતમાં ૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરનાર પહેલી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે રિલીઝ થયાના માત્ર ૨૩ દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. આ આંકડો હાંસલ કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે લેટેસ્ટ શુક્રવારે ૬.૩૦ કરોડ રૂપિયાની અને શનિવારે ૧૩.૭૦ કરોડ રૂપિયાની કમાણી કરીને આ ફિલ્મે કુલ ૫૧૬.૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ સાથે ‘છાવા’ ભારતમાં ૫૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. આ યાદીમાં ‘પુષ્પા 2’ (હિન્દી વર્ઝન), ‘જવાન’, ‘સ્ત્રી 2’, ‘ગદર 2’, ‘પઠાણ’, ‘બાહુબલી 2’ (હિન્દી વર્ઝન) અને રણબીર કપૂરની ‘ઍનિમલ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘છાવા’ ૭ માર્ચે તેલુગુ ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

