કરીનાના દીકરા જેહને રાખડી બાંધી સારાએ; રક્ષાબંધન પર સુશાંતને યાદ કરીને તેને શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યો બહેને; ભૂમિ અને તેની બહેને એકબીજાને રાખડી બાંધી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કરીનાના દીકરા જેહને રાખડી બાંધી સારાએ
રક્ષાબંધનના ઉત્સવને સૌકોઈએ ઉત્સાહ સાથે મનાવ્યો હતો. સેલિબ્રિટીઝ પણ તહેવારોને ઊજવવા માટે આગળ રહે છે. સારા અલી ખાન અને તેનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન રક્ષાબંધન મનાવવા સૈફ અલી ખાનના ઘરે પહોંચ્યાં હતાં. આ સેલિબ્રેશનમાં સૈફ અને કરીનાનો મોટો દીકરો તૈમુર હાજર નહોતો. સારાએ કરીના કપૂર ખાનના નાના દીકરા જેહને રાખડી બાંધી હતી. જેહને રાખડી બાંધતો ફોટો સારાએ શૅર કર્યો હતો. એમાં કરીનાના ખોળામાં જેહ બેઠો છે. ફૅમિલી ફોટોની સાથે કેટલાક ફોટો સારાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. ઇન્સ્ટાસ્ટોરી પર ફોટો શૅર કરીને સારાએ કૅપ્શન આપી, ‘ટિમ અને સબા પટૌડીને ખૂબ મિસ કર્યાં. જોકે અમે તમારી રાખડી એકબીજાને બાંધી હતી.’
ADVERTISEMENT
રક્ષાબંધન પર સુશાંતને યાદ કરીને તેને ઉમદા કલાકાર અને શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવ્યો બહેને
સુશાંત સિંહ રાજપૂતના અવસાનને ચાર વર્ષ પસાર થયાં છે. હજી પણ તેના અવસાનનું રહસ્ય અકબંધ છે. એવામાં ગઈ કાલે રક્ષાબંધન હોવાથી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિને તેના ભાઈની યાદ આવી ગઈ. ૨૦૨૦ની ૧૪ જૂને સુશાંત બાંદરાના તેના ઘરમાં મૃત મળી આવ્યો હતો. તેની બહેન સોશ્યલ મીડિયામાં સુશાંત સાથે જોડાયેલી યાદોને શૅર કરે છે. હવે સુશાંતનો જૂનો ઇન્ટરવ્યુ, તેના ફોટો એ બધાનો એક કોલાજ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી, ‘હૅપી રક્ષાબંધન મારા ભાઈ. તું ન માત્ર એક ઉમદા કલાકાર હતો, પરંતુ સાથે જ એક શ્રેષ્ઠ વ્યક્તિ પણ હતો. તેં લોકોનાં દિલોને પારાવાર પ્રેમથી ભરી દીધાં છે. હું પણ આવું જ કરવા માગું છું. એથી વિશ્વમાં પ્રેમ અને આનંદ ફેલાવવાના તારાં નક્શેકદમ પર હું ચાલી રહી છું.’
ભૂમિ અને તેની બહેને એકબીજાને રાખડી બાંધીને મનાવ્યો ઉત્સવ
ભૂમિ પેડણેકર અને તેની બહેન સમીક્ષા પેડણેકરે એકબીજાને રાખડી બાંધીને આ પર્વ મનાવ્યું હતું. ભૂમિને સગો ભાઈ નથી એથી આ બન્ને બહેનો એકબીજાને રાખડી બાંધે છે. સમયની સાથે તહેવારોનો અર્થ પણ બદલાઈ જાય છે અને લોકો અલગ રીતે ઉત્સવ મનાવે છે. ભૂમિએ રક્ષાબંધનનો ફોટો શૅર કર્યો છે. એમાં સમીક્ષા તેને રાખડી બાંધી રહી છે અને ભૂમિ તેના માથે હાથ રાખીને આશીર્વાદ આપી રહી છે. ભૂમિનું માનવું છે કે માત્ર ભાઈ જ બહેનની રક્ષા કરે એવું કોણે કહ્યું. રક્ષાબંધન એટલે તમે જેમને પ્રેમ કરો તેમની પ્રશંસા કરવાનો ઉત્સવ છે. રક્ષાબંધનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભૂમિએ કૅપ્શન આપી, ‘લવ યુ સમીક્ષા પેડણેકર. આપણા માટે આ પર્વ એટલે એકબીજાના પડખે ઊભા રહેવાનું છે.’

