બિપાશા બાસુની દીકરી દેવી બાસુ સિંહ ગ્રોવરના હાર્ટમાં હોલ્સ હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી. તેના જન્મના ત્રણ દિવસ બાદ બિપાશાને જાણ થઈ કે તેની દીકરી વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટથી પીડાય છે.
બિપાશા બાસુ, કરણ સિંહ ગ્રોવર અને દીકરી દેવી
બિપાશા બાસુની દીકરી દેવી બાસુ સિંહ ગ્રોવરના હાર્ટમાં હોલ્સ હોવાથી તેની ઓપન હાર્ટ સર્જરી કરવી પડી હતી. તેના જન્મના ત્રણ દિવસ બાદ બિપાશાને જાણ થઈ કે તેની દીકરી વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટથી પીડાય છે. એના માટે ૬ કલાક સર્જરી ચાલી હતી. એ સર્જરી સફળ થઈ અને દેવી હવે એકદમ સ્વસ્થ છે. બિપાશા અને તેનો હસબન્ડ કરણ સિંહ ગ્રોવર રાહ જોઈ રહ્યાં હતાં કે તેમની દીકરી કુદરતી રીતે સ્વસ્થ થઈ જાય અને સર્જરી ન કરવી પડે. જોકે એમ થઈ શક્યું નહીં. આખરે તેમને દેવી જ્યારે ત્રણ મહિનાની થઈ ત્યારે સર્જરી કરવી પડી. ગયા વર્ષે ૧૨ નવેમ્બરે તેનો જન્મ થયો હતો. એ આખી જર્ની વિશે બિપાશા બાસુએ કહ્યું કે ‘દીકરીના જન્મના ત્રણ દિવસ બાદ મને જાણ થઈ કે અમારી દીકરીના હાર્ટમાં બે હોલ્સ છે. મેં એ વિશે શૅર કરવાનું નહોતું વિચાર્યું. જોકે હવે હું એ વિશે જણાવું છું કેમ કે મારી આ જર્નીમાં કદાચ અનેક માતાઓએ મને મદદ કરી છે અને એ માતાઓને શોધવી તો અઘરું છે. અમને સમજમાં ન આવ્યું કે આ વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ શું છે. અમે ખૂબ ખરાબ તબક્કામાંથી પસાર થયાં હતાં. એ વિશે અમે અમારા પરિવાર સાથે પણ ચર્ચા નહોતી કરી. અમને બન્નેને કાંઈ સમજમાં નહોતું આવતું. અમે દીકરીના જન્મને સેલિબ્રેટ કરવા માગતા હતા, પરંતુ હું અને કરણ સ્તબ્ધ થઈ ગયાં હતાં. શરૂઆતના પાંચ મહિના ખૂબ કપરા હતા. જોકે દેવી પહેલા દિવસથી જ ફૅબ્યુલસ હતી. અમને કહેવામાં આવ્યું હતું કે દર મહિને સ્કૅન કરવાનું રહેશે જેથી જાણી શકાય કે તે આપમેળે ઠીક થાય છે કે નહીં. પરંતુ તેને જે પ્રકારનું મોટું હોલ હતું એને જોતાં શંકા જતી હતી. ડૉક્ટરે અમને સર્જરી કરવાની સલાહ આપી હતી. સર્જરી ત્યારે જ શક્ય છે જ્યારે બાળક ત્રણ મહિનાનું હોય. એ જાણીને ખૂબ દુ:ખ થયું, તનાવ અનુભવ્યો; કારણ કે નાનકડા બાળકની ઓપન હાર્ટ સર્જરી કરવી એ અઘરું લાગતું હતું.’


