ભૂમિએ ઝીરો ડિગ્રી ટેમ્પરેચરમાં બધાઈ દોનું શૂટિંગ કર્યું
ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકરે તેની આગામી ફિલ્મ ‘બધાઈ દો’નું શૂટિંગ ઝીરો ડિગ્રી ટેમ્પરેચરમાં કર્યું હતું. જોકે તે ક્યાં શૂટિંગ કરી રહી છે એ જણાવ્યું નહોતું. હા, પરંતુ તેણે શૅર કરેલા વિડિયોમાં જાણ થઈ કે તે ૬ હજાર ફુટની ઊંચાઈએ શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ ‘બધાઈ હો’ની સીક્વલ છે. ‘બધાઈ દો’માં ભૂમિની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે. આ ફિલ્મમાં ભૂમિના કૅરૅક્ટરનું નામ સુમી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ભૂમિએ એ ફોટો પર કૅપ્શન આપી હતી કે ‘સુમીને આજે તેની પથારીમાંથી નથી નીકળવું. 04:37a.m. 0’ C.’


