Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાલાજી ટેલિફિલ્મ્સે આપી ચેતવણી: અમારા નામે કરવામાં આવતી ખોટી કાસ્ટિંગ જાહેરાતોથી સાવધાન

બાલાજી ટેલિફિલ્મ્સે આપી ચેતવણી: અમારા નામે કરવામાં આવતી ખોટી કાસ્ટિંગ જાહેરાતોથી સાવધાન

Published : 05 March, 2026 12:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાલાજી ટેલિફિલ્મ્સે પોતાના નિવેદનમાં નવોદિત ઍક્ટર્સ અને ડિરેક્ટર્સને સાવચેત રહેવાની અપીલ કરી છે

એકતા કપૂર

એકતા કપૂર


બૉલીવુડમાં કાસ્ટિંગને લઈને ઘણી વખત ચર્ચાઓ થતી રહે છે. અનેક વખત કાસ્ટિંગની નકલી જાહેરાતો પણ સામે આવે છે જેને કારણે ઍક્ટર બનવા ઇચ્છુક નવા કલાકારો છેતરપિંડીનો ભોગ બને છે. હવે આવી જ નકલી જાહેરાતોથી બચાવવા માટે એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ લોકોને ચેતવણી આપી છે કે કેટલાક ઠગો અને નકલી સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ અમારી કંપનીના નામનો દુરુપયોગ કરીને નકલી કાસ્ટિંગ તકનો પ્રચાર કરી રહ્યાં છે.

બાલાજી ટેલિફિલ્મ્સે પોતાના નિવેદનમાં નવોદિત ઍક્ટર્સ અને ડિરેક્ટર્સને સાવચેત રહેવાની અપીલ કરી છે. કંપનીએ જણાવ્યું કે તેમના તરફથી જાહેર થતી કોઈ પણ કાસ્ટિંગ નોટિસની સત્તાવાર ચૅનલ દ્વારા પુષ્ટિ કરવી જરૂરી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે આવા અનધિકૃત લોકો અથવા સંસ્થાઓ સાથે એમનો કોઈ સંબંધ નથી. કંપનીએ આવા ગેરકાયદે પ્રયાસોની કડક નિંદા કરી છે જે નવા કલાકારો અને દિગ્દર્શકોની આશાઓનું શોષણ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2026 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK