કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) આજે પોતાનો ૪૭મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી રાજકારણ સુધી તેમી સફર બહુ રોમાંચક રહી છે. ટીવી હોય કે રાજકાણ બન્નેમાં તેમણે પોતાનો ડંકો વગાડ્યો છે. સ્મૃતિ ઈરાનીનું નામ ભારતીય રાજકારણમાં જાણીતું છે. હાલમાં તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે. સ્મૃતિ ઈરાનીનું નામ એવા રાજનેતાઓમાં સામેલ છે, જેઓ કોઈપણ ડર કે દબાણ વગર મીડિયાની સામે પોતાની વાત મુકે છે. રાજકારણમાં પોતાનો સિક્કો જમાવતા પહેલા તેમણે ટીવી જગતમાં પોતાની આગવી છાપ છોડી હતી.આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના જીવનની કેટલીક ખાસ વાતો…
(તસવીર સૌજન્ય : સ્મૃતિ ઈરાનીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
23 March, 2023 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent