બીજી તરફ ભારતના ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર બનેલી ફિલ્મ ‘મૈદાન’નો બિઝનેસ ખૂબ ઓછો થયો છે.
અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ ગુરુવારે રિલીઝ થઈ છે. ફિલ્મની રિલીઝના ચાર દિવસ પસાર થવા છતાં આ ફિલ્મે પચાસ કરોડનો બિઝનેસ પણ નથી કર્યો. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડામાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર અને અલાયા ફર્નિચરવાલા પણ લીડ રોલમાં છે. ફિલ્મના ચાર દિવસના કલેક્શન પર નજર નાખીએ તો ગુરુવારે ફિલ્મે ૧૬.૦૭ કરોડ, શુક્રવારે ૬.૫૦ કરોડ, શનિવારે ૭.૫૦ કરોડ અને રવિવારે ૮ કરોડની સાથે કુલ ૩૮.૦૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે.
બીજી તરફ ભારતના ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર બનેલી ફિલ્મ ‘મૈદાન’નો બિઝનેસ ખૂબ ઓછો થયો છે. ભારતની ફુટબૉલની રમતમાં તેઓ ક્રાન્તિ લઈને આવ્યા હતા. અજય દેવગનની ફિલ્મના પહેલા વીક-એન્ડ પર નજર નાખીએ તો ગુરુવારે ફિલ્મે ૭.૨૫ કરોડ, શુક્રવારે ૨.૮૦ કરોડ, શનિવારે ૫.૬૫ કરોડ અને રવિવારે ૬.૫૨ કરોડની સાથે ૨૨.૨૨ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

