કરીના કપૂર ખાનનું કહેવું છે કે નવા વર્ષમાં આર્ગ્યુમેન્ટ કરવાથી દૂર રહેજો.
કરીના કપૂર
કરીના કપૂર ખાનનું કહેવું છે કે નવા વર્ષમાં આર્ગ્યુમેન્ટ કરવાથી દૂર રહેજો. તે હાલમાં સ્વિટ્ઝરલૅન્ડમાં ન્યુ યર સેલિબ્રેટ કરવા ગઈ છે. તે દર વર્ષે ન્યુ યર સેલિબ્રેટ કરવા જાય છે અને મોટા ભાગે સ્વિટ્ઝરલૅન્ડ જાય છે. તેની ફૅમિલી સાથે તેની ક્લોઝ ફ્રેન્ડ નતાશા પૂનાવાલા પણ છે. ન્યુ યર વિશે કરીનાએ ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કર્યું હતું, ‘હું લાઇફના એ સ્ટેજ પર છું જ્યાં મારે પોતાની જાતને આર્ગ્યુમેન્ટથી દૂર રાખવી છે. જો તમે મને કહેશો કે
1 + 1 = 5 થાય તો તમે એકદમ સાચા છો. એન્જૉય.’

