અર્જુન રામપાલે લખ્યું છે, ‘આ સારી બાબત નથી. મારું ઍક્સ અકાઉન્ટ હૅક થયું છે`
અર્જુન રામપાલ
અર્જુન રામપાલનું ઍક્સ અકાઉન્ટ હૅક થયું છે એની માહિતી તેણે ઇન્સ્ટાગ્રામ પર આપી છે. સોશ્યલ મીડિયાનું પ્લૅટફૉર્મ અૅક્સ અગાઉ ટ્વિટરના નામે ઓળખાતું હતું. અર્જુનની ટીમ એના પર કામ કરી રહી હતી. એ વિશે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરીને અર્જુન રામપાલે લખ્યું છે, ‘આ સારી બાબત નથી. મારું ઍક્સ અકાઉન્ટ હૅક થયું છે. પ્લીઝ કોઈ પણ ટ્વીટ્સ કે મેસેજિસનો જવાબ ન આપતા.’

