ટીકાકારોને કરારો જવાબ આપવા માગે છે અર્જુન કપૂર
અર્જુન કપૂર
‘સંદીપ ઔર પિંકી ફરાર’ના ડિરેક્ટર દિબાકર બૅનરજીનું કહેવું છે કે અર્જુન કપૂર તેના ટીકાકારોને વળતો જવાબ આપવા માગે છે. તેમની ‘સંદીપ ઔર પિંકી ફરાર’ ૧૯ માર્ચે રિલીઝ થઈ રહી છે. આ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મમાં તેની સાથે પરિણીતી ચોપડાએ પણ કામ કર્યું છે. અર્જુન વિશે ફિલ્મના ડિરેક્ટર દિબાકર બૅનરજીએ કહ્યું હતું કે ‘અર્જુન જ્યારે મને તેના પાત્ર પિન્કી માટે મળવા આવ્યો ત્યારે હું એ ચોક્કસપણે જોઈ શકતો હતો કે તેનામાં એક ભૂખ છે. તેના કામમાં એક નવીનતા લાવવાની તેની ભૂખ મેં જોઈ હતી. તેના ટીકાકારોને ખોટા સાબિત કરવાની તેનામાં ગજબની ભૂખ છે. આ ફિલ્મ દ્વારા તેને એ કરી દેખાડવાનો ચાન્સ મળ્યો છે. કંઈ કરી દેખાડવાની તેની ધગશને કારણે જ તેનામાં બદલાવ આવ્યો છે. અર્જુને પોતાની જાતને બદલી કાઢી હતી. તેણે બોલી માટે ટ્રેઇનિંગ લીધી
હતી. પોલીસ સાથે બૂટ કૅમ્પમાં ટ્રેઇનિંગ લીધી હતી. દિલ્હી અને હરિયાણામાં વર્કશૉપ કરી હતી. તે રોજના અઢાર કલાક કામ કરતો હતો. મારી સાથે અને મારી ટીમ સાથે બેસીને સ્ક્રિપ્ટને લઈને ખૂબ જ ચર્ચા કરતો હતો. અમે તેનામાં બદલાવ જોયો છે. દર્શકો પણ ૧૯ માર્ચે જોઈ શકશે.’

