ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અભિનેતા-ફિલ્મ નિર્માતા તેની પુત્રીને પોતાના હાથમાં તેડી છે. બાળકી સાથે તેની કારમાં બેસતા પહેલા તેણે ફોટોગ્રાફરો સામે જોઈ સ્માઇલ આપી હતી.
અરબાઝ અને શૂરા ખાન (ડાબે) અને અરબાઝ તેની દીકરી સાથે પહેલી વખત જાહેરમાં દેખાયો
બૉલિવુડ અભિનેતા અને પ્રોડ્યુસર અરબાઝ ખાન બુધવારે હિન્દુજા હૉસ્પિટલની બહાર તેની નવજાત દીકરી સાથે જોવા મળ્યો હતો. અરબાઝ અને તેની પત્ની, મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન, 5 ઑક્ટોબરના રોજ તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. હવે, અરબાઝ બાળકીને ઘરે લઈ જતો જોવા મળ્યો અને તેની સાથે પહેલીવાર જ જાહેરમાં દેખાયો હતો. જેથી ખાન પરિવારની રાજકુમારી હવે તેમના ઘરે પહોંચી ગઈ છે, એવું જણાય છે.
ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અભિનેતા-ફિલ્મ નિર્માતા તેની પુત્રીને પોતાના હાથમાં તેડી છે. બાળકી સાથે તેની કારમાં બેસતા પહેલા તેણે ફોટોગ્રાફરો સામે જોઈ સ્માઇલ આપી હતી. જોકે આ કપલે તેમની નવજાત દીકરીની તસવીર હજી સુધી જાહેર કરી નહીં. ઉપરાંત, શૂરા અરબાઝ સાથે જોવા મળી ન હતી. આ દંપતીએ હજી સુધી સોશિયલ મીડિયા પર તેમના બાળકના જન્મની સત્તાવાર જાહેરાત પણ કરી નથી.
ADVERTISEMENT
જૂન 2025 માં, અરબાઝે શૂરાની પ્રેગ્નેન્સી વિશે ખુલીને વાત કરી હતી, અને કહ્યું હતું કે તે તેમના જીવનનો ‘એકસાઈટેડ તબક્કો’ હતો. એક વાતચીત દરમિયાન, તેણે કહ્યું હતું કે તે નર્વસ છે. "થોડા સમય પછી હું હવે પિતા બની રહ્યો છું. મારા માટે આ ફરી એક નવી લાગણી છે. હું ઉત્સાહિત છું. હું ખુશ છું અને હું આગળ જોઈ રહ્યો છું. તે મને ખુશી કે જવાબદારીનો નવો અહેસાસ આપી રહ્યો છે," તેણે કહ્યું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ટૂંક સમયમાં જન્મનારા બાળક માટે કેવા પ્રકારના માતાપિતા બનશે, ત્યારે અરબાઝે કહ્યું કે તેની પાસે કોઈ લિસ્ટ નથી અને તેઓ બન્ને ફક્ત એક સારા માતાપિતા બનવા માગે છે.
View this post on Instagram
અરબાઝ અને શૂરાએ 24 ડિસેમ્બર, 2023 ના રોજ મુંબઈમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા. શૂરાએ હંમેશા સ્પોટલાઇટથી દૂર રહેવામાં સફળતા મેળવી છે. તે રવિના ટંડન અને તેની પુત્રી રાશા ટંડન સહિત ટિન્સેલ ટાઉનના કેટલાક મોટા નામોની મેકઅપ આર્ટિસ્ટ છે. અરબાઝના પહેલા લગ્ન અભિનેત્રી અને મોડેલ મલાઈકા અરોરા સાથે થયા હતા. બન્નેએ 1998 માં લગ્ન કર્યા હતા, પરંતુ મે 2017 માં, તેઓએ 19 વર્ષના લગ્નજીવન પછી સત્તાવાર રીતે છૂટાછેડા લીધા.
અરબાઝ ખાન અને તેની બીજી પત્ની શૂરા ખાનને ત્યાં રવિવારે દીકરીનો જન્મ થયો છે. પરિવારમાં લગભગ ૩૫ વર્ષ પછી દીકરીના આગમનને કારણે આખા પરિવારમાં ખુશીનું વાતાવરણ છે. રિપોર્ટ પ્રમાણે હાલમાં મા અને બાળકી બન્ને સ્વસ્થ છે. ખાન પરિવારના સભ્યો એક પછી એક તેમની ખબર પૂછવા પહોંચ્યા હતા. સલીમ ખાનની બન્ને પત્નીઓ સલમા ખાન અને હેલન પણ નવજાત પૌત્રીને જોવા માટે હિન્દુજા હૉસ્પિટલ પહોંચ્યાં હતાં.


