કૉમેડીને છોડીને હું અલગ પ્રકારનાં પાત્રો કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ કુકી ગુલાટી અને ભૂષણ કુમારે મને અલગ જ રીતે જોયો છે
અપારશક્તિ ખુરાના
અપારશક્તિ ખુરાના હવે તેના કૉમિક રોલ્સના સ્ટીરિયોટાઇપમાંથી બ્રેક લઈને કાશ્મીરી ટેરરિસ્ટ બનવા જઈ રહ્યો છે. તે હવે ‘ધોકા - ધ રાઉન્ડ કૉર્નર’માં આ પાત્ર ભજવતો જોવા મળશે. આ એક સસ્પેન્સ થ્રિલર છે જેને કુકી ગુલાટી ડિરેક્ટ કરી રહ્યો છે. કુકી ગુલાટીએ ‘ધ બિગ બુલ’ને ડિરેક્ટ કરી હતી. આ વિશે વાત કરતાં-કરતાં અપારશક્તિ ખુરાનાએ કહ્યું હતું કે ‘હું ‘ધોકા’ દ્વારા પહેલી વાર અલગ પ્રકારની ફિલ્મમાં કામ કરી રહ્યો છું. કૉમેડીને છોડીને હું અલગ પ્રકારનાં પાત્રો કરવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ કુકી ગુલાટી અને ભૂષણ કુમારે મને અલગ જ રીતે જોયો છે. હ્યુમન રિલેશનશિપને અલગ રીતે દેખાડવામાં આવી રહી હોય એવી ફિલ્મમાં હું કામ કરી રહ્યો છું. આ ફિલ્મમાં હું કાશ્મીરી ટેરરિસ્ટનું પાત્ર ભજવી રહ્યો છું. મેં પર્ફોર્મર તરીકે મારી અલગ સાઇડને લોકોને દેખાડવાની કોશિશ કરી છે. આશા છે કે લોકો મને આ પાત્રમાં પસંદ કરશે.’
આ ફિલ્મમાં અપારશક્તિ ખુરાનાની સાથે આર. માધવન, ખુશાલી કુમાર અને દર્શન કુમાર પણ જોવા મળશે જેને ૨૦૨૨ની ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.