બૉલિવૂડમાં ઘણાં એવા ભાઈ-બહેનો છે, જેમનો દબદબો હંમેશા રહ્યો છે. પછી તે ચેતન, વિજય અને દેવ આનંદ હોય કે રાજ, શમ્મી અને શશી કપૂર, મેહમૂદ અને મીનુ મુમતાઝ, નરગીસ અને અનવર હુસૈન, અનિલ, બોની અને સંજય કપૂર હોય કે કરિશ્મા અને કરીના કપૂર હોય, હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત ભાઈ-બહેનોએ મળીને એક અલગ ચિલો ચિતર્યો છે. આ રક્ષાબંધન પર આપણે જાણીએ ભાઈ-બહેનોની એ જોડીઓ વિશે જેમણે સ્વતંત્ર રીતે અને સાથે મળીને બૉલિવૂડમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.
29 August, 2023 12:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent