ફોટો શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે ‘મને ખુશી છે કે હું હવે ઇન્ડિયામાં જ નહીં, પરંતુ ગ્લોબલ સ્ટેજ પર ગુચીને રેપ્રિઝેન્ટ કરી રહી છું.
આલિયા ભટ્ટ
અનુષ્કા શર્મા હાલમાં આલિયા ભટ્ટ પર પ્રાઉડ કરી રહી છે. પ્રિયંકા ચોપડા જોનસ અને દીપિકા પાદુકોણ બાદ હવે આલિયા ભટ્ટ પણ ગ્લોબલ બ્રૅન્ડની ઍમ્બૅસૅડર બની છે. તે હવે ગુચી બ્રૅન્ડને દુનિયાભરમાં રેપ્રિઝેન્ટ કરી રહી છે. આ ન્યુઝને આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને આપ્યા છે. ફોટો શૅર કરીને આલિયાએ કૅપ્શન આપી હતી કે ‘મને ખુશી છે કે હું હવે ઇન્ડિયામાં જ નહીં, પરંતુ ગ્લોબલ સ્ટેજ પર ગુચીને રેપ્રિઝેન્ટ કરી રહી છું. ગુચીએ મને હંમેશાં પ્રેરિત કરી છે ને હવે અમે સાથે મળીને કેવા માઇલસ્ટોન મેળવીએ એ માટે હું આતુર છું.’ આલિયાની આ પોસ્ટ પર અનુષ્કા શર્માએ ફાયર અને શાબાશની ઇમોજી શૅર કરીને કમેન્ટ કરી હતી. તેની સાથે જાહ્નવી કપૂર અને ભૂમિ પેડણેકરે પણ ફાયરની ઇમોજી દ્વારા કમેન્ટ કરી હતી.