અનુષ્કા ને વિરાટની દીકરીનું નામ રાખવામાં આવ્યુ વામિકા
અનુષ્કા ને વિરાટની દીકરીનું નામ રાખવામાં આવ્યુ વામિકા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરીનું નામ વામિકા રાખવામાં આવ્યું છે. આ નામનો અર્થ થાય છે દેવી દુર્ગા. વામિકા મા દુર્ગાનું જ એક નામ છે. આ વર્ષે ૧૧ જાન્યુઆરીએ અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો હતો. સાથે જ અનુષ્કા અને વિરાટે મીડિયા અને ફોટોગ્રાફર્સને અપીલ કરી હતી કે તેઓ તેમની દીકરીની પ્રાઇવસીનો ખાસ ખ્યાલ રાખે અને એવું કોઈ કન્ટેન્ટ ન બનાવે કે જેમાં તેમની દીકરીનો ફોટો હોય. સામે મીડિયા અને ફોટોગ્રાફર્સે પણ તેમની આ વિનંતીને માન આપ્યું હતું. હવે અનુષ્કાએ દીકરી સાથેનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેના હાથમાં દીકરી છે અને બાજુમાં વિરાટ ઊભો છે. જોકે તેમની દીકરીનો ચહેરો નથી દેખાડ્યો. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘અમે પ્રેમ, એકબીજાની હાજરી અને આભારની લાગણી સાથે રહેતાં હતાં, પરંતુ હવે આ નાનકડી વામિકાએ અમને એક અલગ જ અનુભવ કરાવ્યો છે. ક્યારેક આંસુ, હાસ્ય, ચિંતા, સુખ, ઇમોશન્સ આ બધું જ ઘડીભરમાં મળી જાય છે. નિંદર અપૂરતી છે, પરંતુ અમારું દિલ ઉમળકાથી ભરેલું છે. તમે સૌએ આપેલી શુભેચ્છા, પ્રાર્થના અને સકારાત્મક એનર્જી માટે આભાર.’

