ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા 2’ની રિલીઝ-ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ ફિલ્મ આ વર્ષે ૨૮ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પણ હવે એની રિલીઝની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ નવી રિલીઝ-ડેટની જાહેરાત કરી છે.
અનુપમ ખેર

ફિલ્મના નિર્માતાઓએ સોશ્યલ મીડિયા પર નવું પોસ્ટર શૅર કરીને એની નવી રિલીઝ-ડેટ જાહેર કરી છે. પોસ્ટ સાથે તેમણે લખ્યું છે કે ‘સોદો પાક્કો. ખોસલા પરિવાર થિયેટર પર કબજો જમાવવા માટે તૈયાર છે. ‘ખોસલા કા ઘોસલા 2’ ૨૦૨૭ની પાંચમી માર્ચે મોટા પડદા પર આવી રહી છે.’
ADVERTISEMENT
‘ખોસલા કા ઘોસલા 2’માં પહેલી ફિલ્મના ઘણા કલાકારો ફરી એક વાર જોવા મળશે. તેમાં અનુપમ ખેર, બમન ઈરાની, રણવીર શૌરી, કિરણ જુનેજા અને પરવીન દબાસનો સમાવેશ થાય છે. ૨૦૦૬માં રિલીઝ થયેલી પહેલી ફિલ્મમાં જોવા મળેલી તારા શર્મા પણ આ સીક્વલમાં જોવા મળશે, જ્યારે નવા કલાકારોમાં રવિ કિશન અને દિવ્યા ખોસલા પણ ફિલ્મ સાથે જોડાયાં છે.