જો કાંઈ ખોટું થઈ રહ્યું હોય. તમે એને નહીં દેખાડો કે એ ખોટું થઈ રહ્યું છે અને એના પર જ્યાં સુધી સમાજમાં ચર્ચા શરૂ નહીં થાય ત્યાં સુધી એનો એહસાસ નહીં થાય કે એ બાબત ખોટી છે.
એનિમલ ફિલ્મનો સીન
રણબીર કપૂરનું માનવું છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ઍનિમલ’ને કારણે ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી પર ચર્ચા શરૂ થઈ છે. સંદીપ રેડ્ડી વાંગાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલ પણ જોવા મળ્યાં હતાં. ફિલ્મને લઈને રણબીરે કહ્યું કે ‘આ ફિલ્મ બાદ ટૉક્સિક મૅસ્ક્યુલિનિટી પર વિશેષ ચર્ચા શરૂ થઈ છે. એનું કારણ છે ફિલ્મ. જો કાંઈ ખોટું થઈ રહ્યું હોય. તમે એને નહીં દેખાડો કે એ ખોટું થઈ રહ્યું છે અને એના પર જ્યાં સુધી સમાજમાં ચર્ચા શરૂ નહીં થાય ત્યાં સુધી એનો એહસાસ નહીં થાય કે એ બાબત ખોટી છે. અમે જે પાત્ર ભજવીએ છીએ એ માત્ર રોલ હોય છે. ઍક્ટર્સ તરીકે અમને પણ તેમના પ્રત્યે સહાનુભૂતિ હોય છે. જોકે દર્શક તરીકે તમારે નક્કી કરવાનું હોય છે કે શું ખોટું છે. અયોગ્ય વ્યક્તિને દેખાડતી ફિલ્મ બનવી જોઈએ. જો તેના પર ફિલ્મ નહીં બને તો સમાજ પણ નહીં સુધરે. એનાથી સમાજમાં શું ચાલી રહ્યું છે એની જાણ થાય છે. એવા તો અનેક વિષયો છે જેના પર આપણે ચર્ચા સુધ્ધાં નથી કરતા.’

