આ બન્નેએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના ‘મેડ ફૉર ઇચ અધર’ સેગમેન્ટમાં સાથે કામ કર્યું છે
અંગદ બેદી અને નીના ગુપ્તા
અંગદ બેદીએ ઑન સ્ક્રીન નીના ગુપ્તા સાથે રોમૅન્સ કરવો છે. આ બન્નેએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના ‘મેડ ફૉર ઇચ અધર’ સેગમેન્ટમાં સાથે કામ કર્યું છે. એથી તેમણે શૂટિંગ દરમ્યાન સારી રીતે સમય પસાર કર્યો હતો. આ શોમાં નીનાએ દાદીનો રોલ કર્યો છે. નીના સાથે કામ કર્યા બાદ પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં અંગદ બેદીએ કહ્યું કે ‘નીના ગુપ્તા અદ્ભુત ઍક્ટર છે. તેઓ પોતાનાં પાત્રોને ખૂબ સરળતાથી ભજવે છે, જે અન્ય ઍક્ટર્સને શીખવા જેવું છે. ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં અમારી રિલેશનશિપ અલગ છે. જોકે એક દિવસ મારી ઇચ્છા છે કે હું કોઈ પ્રોજેક્ટમાં ઑન-સ્ક્રીન તેમની સાથે રોમૅન્સ કરું. મને ખાતરી છે કે આ તો કોઈ રેગ્યુલર રોમૅન્ટિક સ્ટોરી નહીં હોય. હું આવા પ્રોજેક્ટમાં કામ કરવા માટે આતુર છું. મેં તેમના અનેક પ્રોજેક્ટ્સ જોયા છે અને મને લાગે છે કે તેઓ આપણી ઇન્ડસ્ટ્રીના એવા ઍક્ટર્સમાંના એક છે જેમના કામને જોઈએ એટલું શ્રેય નથી મળ્યું. જોકે તેમને હવે ધીમે-ધીમે ક્રેડિટ મળી રહી છે.’