Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૃણાલ સાથે ફરી કામ કરવાને અને સાઉથના ડેબ્યુ માટે ઉત્સુક અંગદ બેદી

મૃણાલ સાથે ફરી કામ કરવાને અને સાઉથના ડેબ્યુ માટે ઉત્સુક અંગદ બેદી

Published : 27 July, 2023 02:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંગદે કહ્યું કે ‘આ ફિલ્મને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કર્યા છતાં ફરી ડેબ્યુ કરવાની ખુશી છે.

અંગદ બેદી અને મૃણાલ ઠાકુર

અંગદ બેદી અને મૃણાલ ઠાકુર


અંગદ બેદી ફરી મૃણાલ ઠાકુર સાથે કામ કરવા જઈ રહ્યો છે. તેઓ તેલુગુ ફિલ્મ ‘હાઈ નેના’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં સાઉથનો સ્ટાર નાની લીડ રોલમાં છે. આ ફિલ્મ દ્વારા અંગદ બેદી સાઉથમાં ડેબ્યુ કરી રહ્યો છે. અંગદ અને મૃણાલે ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ વિશે અંગદે કહ્યું કે ‘આ ફિલ્મને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કર્યા છતાં ફરી ડેબ્યુ કરવાની ખુશી છે. સિનેમા માટે આ ખૂબ જ સારો સમય છે. ખાસ કરીને ત્યારે કે ફિલ્મ કઈ ભાષામાં અને ક્યાં બની રહી છે એ હવે મહત્ત્વનું નથી, ફિલ્મ સારી બની હોય તો એને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે. ખૂબ જ અદ્ભુત સ્ટોરીવાળા બિગ પ્રોજેક્ટમાં કામ કરવાની મને ખુશી છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2023 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK