અનન્યા અને આદિત્ય રૉય કપૂર એકમેકને ડેટ કરી રહ્યાં છે?
ભાવના પાન્ડે
અનન્યા પાન્ડેની મમ્મી ભાવના પાન્ડેનું કહેવું છે કે તે સિંગલ છે. છેલ્લા થોડા સમયથી ચર્ચા ચાલી રહી છે અનન્યા અને આદિત્ય રૉય કપૂર એકમેકને ડેટ કરી રહ્યાં છે. જોકે અનન્યાની મમ્મીએ આ વાતને ફગાવી દીધી છે. આ વિશે ભાવનાએ કહ્યું કે ‘હકીકત એ છે કે અનન્યા સિંગલ છે અને આ પ્રોફેશનમાં લિન્ક-અપની ચર્ચા હંમેશાં ચાલતી રહે છે. ઍક્ટરની લાઇફનો આ એક પાર્ટ છે. સારાની સાથે તમારે ખરાબને પણ આવકારવું રહ્યું. ઍક્ટરને ખૂબ જ પ્રેમ મળે છે. આથી તેમણે એના પર ફોકસ કરવું જોઈએ નહીં કે એની સાથે આવતી નેગેટિવિટી પર. હું તેને એક જ સલાહ આપું છું કે પોતાના પર વધુ લોડ ન લે.’


