હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર ચંકી પાંડે (Chunky Panday) એ 26 સપ્ટેમ્બરે તેમનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેતાની બર્થડે પાર્ટીમાં આર્યન ખાન, સલમાન ખાન, સંજય કપૂર અને કરણ જોહર પણ સામેલ થયા હતાં. તેમજ અભિનેતાના જન્મદિવસ પર એકતા કપૂર, ફરાહ ખાન, મલાઈકા અરોરા સહિતના કેટલાય બૉલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી શુભેચ્છા પાઠવી હતી. દીકરી અનન્યા પાંડેએ ખાસ અંદાજમાં પિતા ચંકી પાંડેને બર્થડે વિશ કર્યુ હતું, આ સાથે જ તેણીએ પણ કેટલીક થ્રોબેક અનસીન તસવીર શેર કરી હતી, જેના પર એક નજર કરીએ.
28 September, 2022 09:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent