આપણાં શાસ્ત્રો પાસેથી ઘણુંબધું શીખી શકાય છે. જ્ઞાન મેળવવા માટે મારા જેવો અશિક્ષિત પણ શિક્ષિત બની શકે છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને મહાભારતને ઝીણવટપૂર્વક જાણી શકાય એ માટે એનાં અનેક સંસ્કરણો ઑર્ડર કર્યાં છે, પરંતુ એને રાખવા ક્યાં એની ચિંતા તેમને સતાવતી હતી. એથી તેમણે એને લાઇબ્રેરીમાં રાખ્યાં છે. તેમની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કલ્કિ 2898 AD’માં તેઓ અશ્વત્થામાના રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં કામ કરતી વખતે તેમને અનેક બાબતો વિશે માહિતી મળી હતી. એથી તેઓ આપણાં પુરાણો વિશે વધુ જાણવા માગે છે. એ વિશે બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું કે ‘બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને કલ્કિના જન્મની અનેક બાબતોને ઝીણવટથી દેખાડવામાં આવી છે. એ વિશે મને માહિતી નહોતી. આપણાં શાસ્ત્રો પાસેથી ઘણુંબધું શીખી શકાય છે. જ્ઞાન મેળવવા માટે મારા જેવો અશિક્ષિત પણ શિક્ષિત બની શકે છે. એથી મેં મહાભારતનાં અનેક સંસ્કરણો ઑર્ડર કર્યાં હતાં. એ જ્યારે આવ્યાં તો ઘરમાં એને ક્યાં રાખવાં એની મૂંઝવણ હતી પરંતુ ઘરમાં રાખવું હિતાવહ નથી. એથી એને લાઇબ્રેરીમાં રાખવામાં આવ્યાં.’