હૈદરાબાદના થિયેટરમાં થયેલી ધક્કામુક્કીના મામલામાં ગઈ કાલે અલ્લુ અર્જુનની પોલીસે ચારેક કલાક પૂછપરછ કરી હતી.
ગઈ કાલે પોલીસ-સ્ટેશનમાંથી બહાર આવતો અલ્લુ અર્જુન.
હૈદરાબાદના થિયેટરમાં થયેલી ધક્કામુક્કીના મામલામાં ગઈ કાલે અલ્લુ અર્જુનની પોલીસે ચારેક કલાક પૂછપરછ કરી હતી. આ ધક્કામુક્કીમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને તેનો દીકરો ગંભીર છે. અલ્લુ અર્જુનને પોલીસે પૂછ્યું હતું કે પરમિશન ન હોવા છતાં કોણે નક્કી કર્યું હતું સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોવા જવાનું? તેને ધક્કામુક્કીમાં મહિલાનું મૃત્યુ થયું છે એની જાણ ક્યારે કરવામાં આવેલી? થિયેટરની બહાર ચાહકોને ધક્કે ચડાવીને નાસભાગ સર્જવા બદલ અલ્લુ અર્જુનના બાઉન્સરની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી.