તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલી ફઝલે કૅપ્શન આપી હતી
અનુરાગ બાસુ, અલી ફઝલ, ઇમ્તિયાઝ અલી
ફિલ્મમેકર અનુરાગ બાસુની આગામી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’માં અલી ફઝલ કામ કરી રહ્યો છે. તાજેતરમાં અલીની મુલાકાત ફિલ્મમેકર અનુરાગ બાસુ અને ઇમ્તિયાઝ અલી સાથે થઈ હતી. એનો ફોટો તેણે શૅર કર્યો હતો. અલીએ તેમને પોતાના મનપસંદ ગણાવ્યા છે. તેમની સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલી ફઝલે કૅપ્શન આપી હતી, ‘મૈં ઝરા આપસા, આપ ઝરા હમ સે, હમ સબ ઝરા આપસે. આ બન્ને મારા ફેવરિટ મૅડેસ્ટ ક્રીએટર્સ છે. હું નસીબદાર છું.’

