‘છાવા’ના ઔરંગઝેબના રોલના લુક દ્વારા અક્ષય ખન્ના છવાઈ ગયો છે
`છાવા`માં અક્ષય ખન્ના
‘છાવા’ના ઔરંગઝેબના રોલના લુક દ્વારા અક્ષય ખન્ના છવાઈ ગયો છે. સફેદ વાળ, આંખોમાં કાજળ, વધેલી સફેદ દાઢી અને કરચલીવાળા લુક સાથે અક્ષય ખન્નાના લુકમાં ગજબનું ટ્રાન્સફૉર્મેશન કરવામાં આવ્યું છે. ફિલ્મના ટ્રેલરમાં પણ ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્નાની સ્ક્રીન-પ્રેઝન્સ ગજબની છે. અક્ષયના લુકના લૉન્ચ પછી સોશ્યલ મીડિયામાં તેને હકારાત્મક પ્રતિભાવ મળી રહ્યો છે અને કેટલાક લોકો તો તેની સરખામણી અમિતાભ બચ્ચન સાથે કરી રહ્યા છે.