મે ડેનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કર્યું અજય દેવગને
મે ડેનું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કર્યું અજય દેવગને
અજય દેવગને તેની ‘મે ડે’નું ફર્સ્ટ શેડ્યુલ પૂરું કરી લીધું છે. આ ફિલ્મને તે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી રહ્યો છે. ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત સિંહ અને અંગીરા ધર પણ જોવા મળશે. ફિલ્મના સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી કે ‘સેટ પર કામ કરવુ હંમેશાંથી અતિશય સંતુષ્ટિ આપે છે. એક લાંબું શેડ્યુલ પૂરું કરી લીધું છે. આગામી શેડ્યુલ જલદી જ શરૂ કરીશું.’

