આ વર્ષે અત્યાર સુધી તેની ગેરહાજરી ચર્ચાનો વિષય હતી. જોકે ઐશ્વર્યા આખરે ગઈ કાલે આ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી અને બ્લુ કલરના મર્મેઇડ ગાઉનમાં છવાઈ ગઈ હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન
ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન દર વર્ષે છવાયેલી રહે છે, પણ આ વર્ષે અત્યાર સુધી તેની ગેરહાજરી ચર્ચાનો વિષય હતી. જોકે ઐશ્વર્યા આખરે ગઈ કાલે આ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી અને બ્લુ કલરના મર્મેઇડ ગાઉનમાં છવાઈ ગઈ હતી. ઐશ્વર્યાએ આ ફેસ્ટિવલમાં ચોવીસમી વાર હાજરી આપી છે. ઐશ્વર્યાએ ગઈ કાલે ‘ધ બર્થડે પાર્ટી’ નામની ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી.
