પૂનમ પાંડે બાદ ગોવામાં ન્યુડ ફોટોને લઈને વિવાદમાં આવ્યો મિલિંદ સોમણ
મિલિંદ સોમણ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
પૂનમ પાંડેના કન્ટ્રોવર્સિયલ ફોટોશૂટને કારણે તેની અરેસ્ટ કરવામાં આવી હતી. જોકે હવે મિલિંદ સોમણ પણ તેના ન્યુડ ફોટોને લઈને ચર્ચામાં આવ્યો છે. મિલિંદ સોમણે ગોવા બીચ પર ન્યુડ દોડતો હતો એવો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. રીજનલ પૉલિટિકલ પાર્ટી ધ ગોવા સુરક્ષા મંચ દ્વારા વાસ્કો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગોવાની ઇમેજ અને કલ્ચરને નુકસાન પહોંચતું હોવાનું કહીને આ ફરિયાદ કરવામાં આવી છે. ૪ નવેમ્બરે તે ૫૫ વર્ષનો થયો હોવાથી તેણે ન્યુ રનિંગ કરતો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી, ‘મને જન્મદિવસની શુભેચ્છા. ૫૫ વર્ષનો થયો છું અને હજી રનિંગ કરી રહ્યો છું.’

