Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `આદિપુરુષ`ના નિર્દેશકનું આવી બનશે!? કરણી સેનાએ આપી ધમકી, આ જગ્યાએ ફિલ્મ થઈ બૅન

`આદિપુરુષ`ના નિર્દેશકનું આવી બનશે!? કરણી સેનાએ આપી ધમકી, આ જગ્યાએ ફિલ્મ થઈ બૅન

Published : 19 June, 2023 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આદિપુરુષ ફિલ્મ(Adipurush film)ના નિર્દેશક ઓમ રાઉત (om raut )ને કરણી સેના તરફથી ધમકી આપવામાં આવી છે.

આદિપુરુષ ફિલ્મ પોસ્ટર

આદિપુરુષ ફિલ્મ પોસ્ટર


પ્રભાસ (Prabhas)અને ક્રિતી સેનન (Kriti Sanon)ની ફિલ્મ આદિપુરુષ (Adipurush film )નો શેરીથી લઈને થિયેટરો સુધી વિરોધ થઈ રહ્યો છે. નોધનીય છે કે ફિલ્મના ટ્રેલરથી લઈને રિલીઝ સુધી દેશભરમાં હોબાળો મચતો આવ્યો છે. વાસ્તવમાં `આદિપુરુષ` ફિલ્મના વિવાદનું કારણ તેમાં ફિલ્માવાયેલા સંવાદો અને તેમાં વપરાયેલી ભાષા છે. આવી સ્થિતિમાં હવે ક્ષત્રિય કરણી સેના (Karni sena)મેદાનમાં આવી છે અને ફિલ્મના નિર્દેશક સામે ભારે રોષ વ્યક્ત કરી રહી છે.


કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની ધમકી



વાસ્તવમાં આ ફિલ્મમાં મર્યાદા પુરુષોત્તમ રામ અને માતા સીતાની વાર્તા બતાવવામાં આવી છે, પરંતુ જે રીતે આ ફિલ્મ(Adipurush film) બનાવવામાં આવી છે તેનાથી ધાર્મિક સંસ્થાઓને ઠેંસ પહોંચી છે. ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે કડક સ્વરમાં કહ્યું હતું કે આ ફિલ્મ બનાવનાર નિર્દેશક જ્યાં પણ જોવા મળશે તે તેને મારી નાખશે. આ માટે કરણી સેનાના સભ્યો દરેક જગ્યાએ ફિલ્મના ડિરેક્ટર(Adipurush film )ની શોધમાં લાગેલા છે.


રાજ શેખાવતે કહ્યું કે આ ફિલ્મના ટ્રેલરના સમયથી વિવાદ શરૂ થયો હતો. આમ છતાં સેન્સર બોર્ડે તેને રિલીઝ કરવાની મંજૂરી કેમ આપી? આ સાથે છાત્ર કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ ઈન્દર સિંહ રાણાએ ફિલ્મમાં લેવાયેલા સંવાદ સામે વિરોધ નોંધાવ્યો છે. તેણે આ ફિલ્મના ડાયલોગ્સ લખનાર લેખક મનોજ મુન્તાશીરને ધમકી આપી છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સૌથી વધુ વિરોધ હનુમાનજીના પાત્રમાં બોલાયેલા ડાયલોગનો છે. પ્રદેશ પ્રમુખ ઈન્દરસિંહ રાણાએ કહ્યું કે શહેર પણ તમારું રહેશે, ઘર પણ તમારું હશે, તમારા બધા પગરખા પણ તમારા હશે. યાદ રાખો, કરણી સેના આનો બહુ જલ્દી હિસાબ લેશે.


કયા કયા સંવાદો છે આપત્તિજનક

  • હનુમાન જ્યારે લંકામાં જાય છે ત્યારે એક રાક્ષસ તેને જોઈને પૂછે છે કે " યે લંકા ક્યાં તેરી બુઆ કા બગીચા હૈ, જો હવા ખાને ચલા આયા".
  • સીતાને મળ્યા બાદ હનુમાનજીને જ્યારે રાક્ષસો પકડી લેશે છે, ત્યારે મેઘનાથ તેમની પૂંછડીમાં આગ લગાવીને પૂછે છે, " જલી.." જેના જવાબમાં હનુમાનજી કહે છે, "તેલ તેરે બાપ કા, કપડા તેરે બાપ કા ઔર જલેગી ભી તેરે બાપ કી".
  • જ્યારે હનુમાનજી લંકાથી પરત ફરે છે અને રામ તેમને પૂછે છે કે શું થયું? જેના પર હનુમાન કહે છે, "બોલ દિયા, જો હમારી બહેનો કો હાથ લગાયેંગે, ઉનકી લંકા લગા દેંગે."
  • લક્ષ્મણ પર વાર કરતા ઈન્દ્રજીત એકવાર કહે છે, " મેરે એક સપોલને તુમ્હારે ઈસ શેષ નાગ કો લંબા કર દિયા, અભી તો પુરા પિટારા ભરા પડા હૈ".  

આ સંવાદો ઉપરાંત પણ દર્શકોને કેટલાક ડાયલૉગ્સ પસંદ આવ્યા નથી તેમજ ભગવાન રામ અને સીતા તથા હનુમાન અને રાવણમી વેશભુષા પર પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. 

આદિપુરુષ ફિલ્મને દેશભરમાં નેગેટિવ રિવ્યુ મળી રહ્યા છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના નબળા મુદ્દાઓ પર તમામ પ્રકારની વાતો થઈ રહી છે. હવે આ ફિલ્મને વધુ એક ફોટો ફટકો મળ્યો છે.  નેપાળની રાજધાની સહિત આખા દેશમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કાઠમંડુમાં આદિપુરુષ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે કાઠમંડુના થિયેટરોમાં ફિલ્મને લઈને સૂચનાઓ આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2023 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK