અભય દેઓલની આ પોસ્ટ જોઈને ચાહકોએ પણ આ ફિલ્મ જોવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.
ફિલ્મ `રોડ, મૂવી`
અભય દેઓલ સ્ટારર ‘રોડ, મૂવી’ થિયેટરમાં રીરિલીઝ માટે તૈયાર છે અને આ વાતની જાણ અભયે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કરી છે. અભય દેઓલ, તનીશા ચૅટરજી અને દિવંગત સતીશ કૌશિકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ ૨૦૧૦ની પાંચમી માર્ચે રિલીઝ થઈ હતી અને હવે એ ૭ માર્ચે રીરિલીઝ થશે. અભય દેઓલે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની રીરિલીઝની વાત જણાવીને લોકોને આ ફિલ્મ જોવાની અપીલ કરી છે. અભય દેઓલની આ પોસ્ટ જોઈને ચાહકોએ પણ આ ફિલ્મ જોવાનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

